દુર્ઘટના:માલણકા પાસે ઇકો, હાર્વેસ્ટર વચ્ચે અકસ્માત: 9 ઇજાગ્રસ્ત

મેંદરડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્ત 9 લોકોને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર અપાઇ. - Divya Bhaskar
ઇજાગ્રસ્ત 9 લોકોને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર અપાઇ.

દરડા તાલુકાના માલણકા પાસે ઇકો કાર અને હાર્વેસ્ટર વચ્ચે અકસ્માત સર્જાતા 9 ને ઇજા પહોંચી હતી. આ અંગે મળતી વિગત મુજબ તાલાલાથી જૂનાગઢ તરફ આવતી ઇકો કાર નંબર જીજે 5 જેએ 9288 માલણકા નજીક પહોંચી હતી ત્યારે હાર્વેસ્ટ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા 108ની 3 એમ્બ્યુલન્સ તેમજ 2 ખાનગી એમ્બ્યુલન્સ તુરત ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યારે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને હાર્વેસ્ટ સાથે ભટકાયેલી ઇકો કારને ટ્રેકટરની મદદથી અલગ કરાઇ હતી. બાદમાં અંદર ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી મેંદરડા અને બાદમાં જૂનાગઢ સારવાર અર્થે ખસેડાયા હતા.

ઇજાગ્રસ્તોમાં જૂનાગઢની મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢીનો કર્મચારી મહેન્દ્રભાઇ રાજપુત હિરા લઇને જતો હતો તેને બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ તકે હિરાનું પેકેટ મળી આવ્યું હતું. દરમિયાન અમૃતજી ગોબરજી રાજપૂતે આવી મહેન્દ્રભાઇ રાજપુત આંગડિયા પેઢીનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું.

ઇજાગ્રસ્તોમાં એઝાઝ યુનુસ (મેંદરડા), અફઝલ હારૂન (સરગવાડા), નગ્મા રફિક (જૂનાગઢ), મણીબેન મુળાભાઇ (કુકડીયા), રિઝવાના અફઝલ (સરગવાડા), રૂકસાના મોરી (જાંબુર), કૃપાલી કેતનભાઇ (કુકડીયા), મહેન્દ્ર રાજપુત(જૂનાગઢ) અને હમીદા મોરી (જૂનાગઢ)નો સમાવેશ થાય છે. દરમિયાન 9માંથી 1ની હાલત ગંભીર હોય તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...