આવેદન:100 ધરતીપુત્રોનાં કાફલા સાથે મામલતદારને આવેદન આપ્યું

મેંદરડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેંદરડાના વાડી વિસ્તારમાં દિવસે વિજળી આપવા ઉગ્ર માંગ

મેંદરડાના વાડી વિસ્તારમાં કિશાન સુર્યોદય યોજના હેઠળ દિવસે વિજળી આપવા ખેડૂતોની માંગ ઉઠી છે. તાલુકાના 100થી વધુ ખેડૂતોએ મામલતદાર, ધારાસભ્યને આવેદન પાઠવ્યું છે. આવેદનમાં જણાવ્યા અનુસાર મેંદરડાના વાડી વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી કિશાન સુર્યોદય યોજના હેઠળ દીવસ પાળી 3 ફેઈઝ પાવર આપવામાં આવતો હતો. પરંતુ છેલ્લા બે મહિનાથી પહેલાની જેમ રાત્રે અને દિવસે પાવર આપવામાં આવે છે. જ્યારે દાત્રાણા ફીડરમાંથી અડધી રાતે 12:30 કલાકે ખેડૂતોને પાવર આપવામાં આવતો હોવાથી અનેક મુશ્કેલી પડે છે.

તેમાં પણ તાજેતરમાં આલીધ્રામાં દીપડાએ એક ખેડૂત ઉપર હુમલો કરતા ખેડૂતનું મોત નિપજ્યું હતું. આથી આવી કોઈ અન્ય ઘટના ન સર્જાય તે માટે દીવસે વિજળી આપવા માંગ ઉઠી છે. આથી ધરતી પુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોનના ઉપ પ્રમુખ પરસોતમભાઈ ઢેબરીયા, પ્રિતેશ ખૂટ, ચુનિલાલ ઢેબરીયા, રમેશભાઈ સહિતના ખેડૂતોએ મામલતદાર, પીજીવીસીએલ ઈજનેર, ધારાસભ્ય સહિતનાને આવેદન પત્ર પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...