જૂનાગઢ:મેંદરડા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત

મેંદરડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં ખીજડિયાનું દંપતિ ખંડિત, પત્નિનું મોત

સાસણ રોડ પર બુધવારે ખીજડીયા ગામનાં જમનભાઇ રાણોલીયા તથા તેમના પત્નિ કંચનબેન વાડીએ જવા નિકળ્યાં હતાં. ત્યારે  મેંદરડાનાં સરદાર ચોક પાસે ઓચિંતા ટ્રકે બાઇકને હડફેટે લીધું હતું અને  અડધો કિલોમીટર સુધી ઢસડાયું હતું. તેના કારણે  જમનભાઇની પાછળ બેઠેલા તેમના પત્નીને ઇજા પહોચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જમનભાઇને પ્રથમ મેંદરડા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતાં. જયાં તેમની હાલત ગંભીર જણાતા તેમને ફરજ પરનાં ડો.પરમાર અને ડો.સીંહાએ તેમને જૂનાગઢ સિવીલમાં રીફર કર્યા હતાં. જયારે તપાસમાં ટ્રકનો ડ્રાઇવર દારૂ પીધેલો હોવાનું બહાર આવ્યું હતું. હાલ તેની અટક કરી મેંદરડા પીએસઆઇ એ.બી. દેસાઇએ વધુ તપાસ હાથ ધરી છે. Q

અન્ય સમાચારો પણ છે...