હાલાકી:મેંદરડા પંથકમાં આયુષ્માન કાર્ડ માટે લાંબી કતારો, બીજું સેન્ટર ફાળવો

મેંદરડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કનેક્ટિસવીટી ન હોવાને કારણે અરજદારોને પડતી હાલાકી

મેંદરડા પંથકમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે લાંબી કતારો જોવા મળી હતી. કનેક્ટીવીટી ન હોવાને લીધે સવારથી આવેલા લોકોની સાંજ પડી જતાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તાલુકામાં કાર્ડ કાઢવા માટે એક જ સેન્ટર ફાળવ્યું છે. મેંદરડાના પરસોતમભાઈ ઢેબરીયાના જણાવ્યાં અનુસાર મેંદરડામાં આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા માટેના લાભાર્થીઓ વહેલી સવારથી મોટી કતારમાં ઉભા રહે છે. તેમ છતાંમ માત્ર 2 થી 3 લોકોના જ વારા આવે છે. લોકોને ધરમનો ધક્કો થાય છે. તાલુકામાં 44 ગામડા આવેલા છે જેથી વધારે સેન્ટર ફાળવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...