મેંદરડા પંથકના ખીજડિયા ગામે દલિત યુવાનની છરીના 20 ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને દલિત સમાજના આગેવાનોએ ચક્કાજામ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
20થી વધારે છરીના ઘા ઝીંકી હત્યા કરી
આ અંગેની મળતી વિગત મુજબ મેંદરડા પંથકના ખીજડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા જયસુખભાઈ વજુભાઈ મૂછડિયા (ઉ.વ.38)ની રાત્રીના 12 વાગ્યાના અરસામાં 20થી વધારે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. આ બનાવને લઈ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. તેમજ દલિત સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. મૃતક જયસુખભાઈના પિતા વજુભાઈએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી
આરોપી હત્યા નિપજાવ્યા બાદ નાસી ગયો હોય પોલીસે પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ મોરી ચલાવી રહ્યાં છે. આ બનાવને લઈ દલિત સમાજ દ્વારા મેંદરડા- સાસણ પાદર ચોકમાં મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી મૃતકના પરિવારને ન્યાય મળે તેમજ હત્યારાને કડક સજા મળે એવી માંગ કરી હતી. જોકે, પોલીસે સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. યુવાનની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે અલગ અલગ વાતો શરૂ થઈ છે. પોલીસે પ્રેમપ્રકરણ સહિતના મુદે્ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.