ઉંડા પાણીમાં ગરક:ખોરાસામાં 7 વર્ષના બાળકનું નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યું

મેંદરડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા કપડાં ધોતી હતી ત્યારે બાળક ઉંડા પાણીમાં ગરક થઇ ગયો

વંથલી તાલુકાના ખોરાસા ગામે 7 વર્ષના બાળકનું નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, વંથલી તાલુકાના ખોરાસા (આહીર) ગામે રહેતા સંજયભાઇ દુધરેજિયાના પત્ની આજે બપોરે 3 વાગ્યાના અરસામાં સાબલી નદીમાં ડેમની બાજુમાં કપડાં ધોવા ગયા હતા.

તેમનો 7 વર્ષનો પુત્ર ઉમેશ ત્યાં રમતો હતો. તે નદીના પાછળની સાઇડે પાણીમાં પડી જતાં ડૂબી ગયો હતો. તેને બહાર કાઢી 108 માં મેંદરડા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...