તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:વ્હીપનો અનાદર કરનાર મેંદરડા તાલુકામાં પંચાયતના કોંગ્રેસનાં 4 સભ્યો સસ્પેન્ડ

મેંદરડા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પક્ષ વિરોધી પ્રવૃતી કરતાં કોંગેસના સભ્યોનું પદ રદ કરાયું

મેંદરડા તાલુકામાં પંચાયતની ગત 18, ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. જેમાં પ્રમુખ અને ઉપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરફી મતદાન કરવા કોંગ્રેસના 4 સભ્યોને વ્હીપ આપવામાં આ્યા હતા. જેમાના ચાર સભ્યો દ્વારા વ્હીપનો અનાદર કરી પક્ષ વિરોધી પ્રવૃતી કરી હતી. જે સંદર્ભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકિયાએ 7 દિવસમાં ખુલાસો રજૂ કરવા સો કોઝ નોટિસ આપી હતી. જેનો કોઈપણ પ્રકારનો વળતો જવાબ ન મળતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા તાત્કાલિક અસર થી આ ચારેય સભ્યોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જેમાં મનસુખભાઇ છગનભાઇ વણપરિયા, મનીષાબેન વિજયભાઈ પાનસૂરિયા, વસંતાબેન પ્રભાતભાઈ બકોત્રા તથા દયાબેન દીપકભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ 4 સભ્યોએ વ્હીપનો અનાદર કરી ભાજપના પ્રમુખ, ઉપ પ્રમુખના ઉમેદવારને મત આપી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી ચૂંટણી પંચના પક્ષણતાર ધારા હેઠળ સભ્ય પદ રદ કરવા અપીલ અધિકારી-અમદાવાદને જાણ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો