વ્યસન મુક્તિ મહા અભિયાન:20 બાળકોએ 10,600 લોકોને વ્યસન છોડાવ્યું, શપથ લેવડાવ્યાં

મેંદરડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેંદરામાં સ્વામિનારાયણ મંદિરના બાળકો દ્વારા રેલી યોજવામાં આવી'તી

મેંદરડા નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત 31 મેં એટલે વિશ્વ ટોબેકો દિવસ આ દિવસે પ્રમુખસ્વામી મહારાજ નું જીવન મંત્ર હતું કે લોકો વ્યસન મુક્ત થાય બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ના હજારો બાળકો દ્વારા વિશ્વભરમાં છેલ્લા 1 માસથી વ્યસન મુક્તિ મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત મેંદરડા માં પણ બાળ કાર્યકરોએ વેકેશન સમયગાળા દરમિયાન ફરવા જવાને બદલે સમાજમાંથી વ્યસનો દુર થાય વ્યસન મુક્ત સમાજ તૈયાર થાય નેમસાથે કાર્યક્રમો યોજ્યા હતા તેમજ વિશાળ રેલી પણ નીકળી હતી.અને વિવિધ ગામોમાં જઈ 16 બાળકો અને 4 બાળાઓ દ્રારા 10,600 વ્યક્તિને વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યાં હતા.આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો,અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...