તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારણ અકબંધ:માંગરોળથી સાત કિમી દૂર ઢેલાણા ગામે ધોળા દિવસે મહિલાની હત્યા

માંગરોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યારાએ ઘર પાસેજ માથામાં કુહાડીના 3 ઘા ઝિંકી દીધા, કારણ અકબંધ

માંગરોળથી 7 કિમી દૂર આવેલા ઢેલાણા ગામે રહેતા અને મજુરીકામ કરતા નરેન્દ્રભાઈ સોલંકી તથા પરિવારના બીજા પુરૂષો કામ પર ગયા હતા. ત્યારે બપોરે 2 વાગ્યાના અરસામાં ઘરમાં આરામ કરી રહેલી મહિલાઓને બાળકોએ ઢંઢોળીને કહ્યું, "મારી માને મારે છે". આથી ઘરની મહિલાઓએ ઘરમાંથી બહાર આવીને જોતાં ડેલી પાસેજ નરેન્દ્રભાઈના પત્ની ભારતીબેન લોહી નિંગળતી હાલતમાં જોવા મળ્યા હતા. આથી તાબડતોબ બીજા પરિવારજનોને જાણ કરી 108 માં માંગરોળ સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી.

જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે પોલીસે પંચનામું કરી નિવેદનો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ભારતીબેનને કોઇએ માથામાં કુહાડી જેવા ધારદાર હથિયારના ત્રણેક ઘા મારી દેતાં તેમનું મોત નિપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. મૃતકને સંતાનમાં 8 વર્ષનો પુત્ર અને 5 વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે ડિવાયએસપી જે. ડી. પુરોહીત, સીપીઆઈ ગોહિલ, પીએસઆઈ સોલંકી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગામમાં થતી ચર્ચાઓ તેમજ મૃતકના પરિવારજનોએ મનસુખ પીઠા પરમાર સામે વ્યક્ત કરેલી શંકાને આધારે પોલીસે તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

હત્યારા સાથ પ્રેમસંબંધ હતો
બનાવ અંગે મોડી સાંજે આઈપીસી 302 હેઠળ મનસુખ પીઠા પરમાર નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. તપાસ અધિકારી પીએસઆઈ વિરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આરોપી અને મૃતક મહીલા વચ્ચે પ્રેમ સબંધ હતો. પરંતુ પરિણિતાની હત્યા શા માટે થઈ ? તેનું કારણ અકબંધ છે. આરોપી ઝડપાયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...