દીપડાના દેખા:કુવાની મોટર ચાલુ કરવા જતી વેળાએ ઓરડીમાં દિપડો જોવા મળતા દોડધામ

માંગરોળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે આજે વહેલી સવારે નગરપાલિકાના પાણીના કુવા પાસે આવેલી ઓરડીમાં દીપડો ઘુસી ગયો હતો. જો કે કર્મચારીની સમય સૂચકતાથી જાનહાનિ થવા પામી ન હતી.

આ અંગેની મળતી વિગત મુજબ માંગરોળનાં ઢેલાણાના ગંગાવેણ વિસ્તારમાં માંગરોળ ન.પા.નો કુવો, ટાંકી આવેલા છે. જ્યાં આજે ફરજ પરના કર્મચારી અજીમ ગુલામ મહોંમદભાઈ કાળીયા મોટર ચાલુ કરવા માટે કોટડીમાં ગયા હતા. તે દરમ્યાન ખાટલાની નીચે નજર પડતા ત્યાં દીપડો લપાઈને બેઠો હતો.

આ તબક્કે સમય સુચકતા વાપરી કર્મીએ તાબડતોબ બહાર નીકળી ઓરડી બંધ કરી દીધી હતી અને પાલિકાના હોદેદારોને જાણ કરી હતી. ત્યારબાદ પાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલા અને સભ્યો, કર્મચારીઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા ત્રણ કલાકની જહેમત બાદ તેને બેહોશ કરી રેસ્કયુ કરાયો હતો. દીપડાના પગે ઇજા જોવા મળતા સારવાર અર્થે તેને અમરાપુર ખાતે આવેલી એનિમલ કેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...