તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો અકળાયા:માંગરોળમાં ઘઉંની ખરીદીમાં હોબાળો થયો, પોલીસે આવી મામલો થાળે પાડ્યો

માંગરોળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેક દિવસથી ધક્કા થતા હોવાથી ખેડૂતો અકળાયા, મોડે સુધી ખરીદી કરાશે

માંગરોળમાં ટેકાના ભાવે થઈ રહેલી ઘઉંની ખરીદીમાં છેલ્લા ત્રણેક દિવસથી ધક્કા થતા ખેડુતો અકળાયા હતા. આજે ખરીદ કેન્દ્ર પર ખેડુતોએ હોબાળો મચાવ્યો હતો. દરમ્યાન પોલીસ દોડી આવી પહોંચતા આખરે મામલો થાળે પડ્યો હતો.

તાલુકાના સુલતાનપુર ગામે ટેકાના ભાવથી ઘઉંની ખરીદી થઈ રહી છે. ત્યારે ખરીદીની ધીમી પ્રક્રિયા અને દરરોજ મર્યાદિત ખેડુતોના ઘઉંની જ ખરીદી થતા હોવાના આક્ષેપો વચ્ચે ઘઉં ભરીને આવતા કેટલાક ખેડુતોને ત્રણેક દિવસથી પરત જવું પડતું હતું. આ અંગે ભારતીય કિસાન સંઘના જી.પ્ર. ગોવિંદભાઈ ચોચાએ ગાંધીનગર ખાતેના અધિકારી તેમજ નિવાસી કલેકટર તથા મામલતદારને પણ માહિતગાર કર્યા હતા. ઘઉં તૈયાર થયા બાદ શિયાળુ અને ઉનાળુ પાકની મૌસમ પૂર્ણ થઈ ગઈ છે.

હાલમાં ખેતરોમાં મગફળીની લગતી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત ઘરના વાહનો ન હોય તેવા ખેડૂતોને ટ્રેકટર, ટ્રોલીના ભાડા પરવડતા ન હોય, ધક્કા ખાતા કેટલાક ખેડુતો અકળાયા હતા અને ખરીદી કેન્દ્ર પર હોબાળો મચાવ્યો હતો. વ્યવસ્થા જાળવવા પોલીસ પણ દોડી આવી હતી. જો કે ત્યારબાદ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. સ્થાનિક પુરવઠા ગોડાઉન મેનેજર સોલંકીના જણાવ્યા મુજબ જે ખેડુતોના વારા ચાલ્યા ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...