તપાસ:માંગરોળનાં જુના કોટડા ગામેથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી

માંગરોળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર પીએમ માટે મોકલાઈ, પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી

માંગરોળના જુના કોટડા ગામે અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. ગત 9 જુલાઈનાં સીમશાળા વાડી વિસ્તારમાં રહેતા વનરાજભાઈ ભગવાનભાઈ જણકાતની માલિકીના વાડીના કુવામાં કોઈ અજાણ્યા પુરુષની લાશ હોવાનું જણાંતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અત્યંત કોહવાઈ ગયેલી હાલતમાં રહેલી લાશને બહાર કાઢવામાં આવી હતી.

મૃતકની ઉમર 30 થી 40 વર્ષ હોવાનું જણાય છે. આશરે પાંચ ફુટ ઉંચાઈ, કાળા વાળ તેમજ ક્રીમ કલરનો આખી બાંયનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલા આ અજાણ્યા વ્યક્તિની ઓળખ થાય તેવા કોઈ પુરાવા નથી. પોલીસને મૃતકના વાલીવારસ પણ મળી આવેલ નથી. જામનગરની એમ.પી.શાહ કોલેજમાં પોસ્ટમાર્ટમ કરી લાશને ત્યાં જ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...