યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા:માંગરોળનાં હંટરપુર ગામે ઓઝત નદીનાં પાણીના પ્રવાહમાં તણાયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો

માંગરોળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4ને તરતા આવડતું હોય હેમખેમ બહાર નિકળી ગયા’તા

ઓઝત નદીના પાણી ઘેડના અનેક ગામોમાં ફરી વળ્યા છે. ચોતરફ પાણી જ નજરે પડતું હોય તેવી સ્થિતિ છે. ત્યારે અત્રેથી 40 કિમિ દુર હંટરપુર(નવાગામ) ગામે વેઘલી નદીમાં સાંજે કોઈ કારણોસર પાંચ યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા હતા. જે પૈકી ચારને તરતા આવડતું હોય તેઓ હેમખેમ બચી ગયા હતા. જ્યારે અરભમ ગાંગા ટીંબા (ઉ.વ.36)નામનો યુવાન લાપતા બન્યો હતો. દરમ્યાન તંત્ર હરકતમાં આવ્યું હતું. સ્થાનિકો અને જુનાગઢની એનડીઆરએફની તરવૈયાઓની ટીમે શોધખોળ આદરી હતી.

મોડીસાંજે માંગરોળ બંદરેથી પણ તરવૈયાઓએ બનાવ સ્થળે પહોંચી પાણી ફંફોળ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારે આજે સવારે કેશોદ તથા કુતિયાણાથી એસડીઆરએફની ટીમ પણ આવી પહોંચી હતી. મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દરમ્યાન ત્રણ વાગ્યે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કડછ ગામે જનરલ સ્ટોર ધરાવતા હોવાનું જાણવા મળેલ છે. યુવાનનાં મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અને મૃતદેહને પીએમ માટે માંગરોળ સિવીલે લવાયો હતો.

2 પોલીસ કર્મી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ
બનાવને પગલે શીલ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મૃતક અરભમભાઈ ટીંબાના પિતરાઈ ભાઈએ માંગરોળ ડીવાયએસપી, એસ.પી. સહિતનાને ઘટના સબંધે લેખિતમાં જણાવ્યું છે કે હંટરપુર ગામે સ્મશાનની પાળે પાંચ યુવાનો પત્તા રમી રહ્યા હતા. તે દરમ્યાન બપોરના ત્રણ વાગ્યે અજાણ્યા પોલીસકર્મીઓ રેડ પાડવા આવ્યા હતા. તેઓને જોઈને બીકના માર્યા પાંચેય યુવાનો પાણીમાં કુદી પડ્યા હતા. જે પૈકી ચાર યુવાનો બીજી સાઈડે બહાર નીકળી ગયા હતા. પરંતુ અરભમભાઈ લાંબા સમય સુધી પાણીમાંથી બહાર આવ્યા ન હતા.

એક વ્યક્તિ જીવ બચાવવા સંધર્ષ કરતો હોય, ત્યારે બંને પોલીસકર્મીઓ યુવાન ડુબતો હોય તેવો મોબાઈલમાં વિડીયો ઊતારતા હતા. ઘટના સ્થળે એક કલાક સુધી તેઓ ત્યાં જ હતા. તેઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. યુવકને મોતના હવાલે કરી, કોઈને જાણ કર્યા વિના તેઓ સ્થળેથી ભાગી ગયા હતા. અને આ પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહીની પણ માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...