તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર સ્ટેશનનો અભાવ:માંગરોળ બંદરે ફિશીંગ નેટનો જથ્થો આગમાં બળીને ખાક

માંગરોળ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંદરના પંજાબ વિસ્તારમાં મધરાતે અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી

માંગરોળ બંદરના પંજાબ વિસ્તારમાં સોમવારે મધરાતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. હાલમાં ફિશિંગની ઓફ સિઝન દરમ્યાન રિપેરિંગ માટે રાખવામાં આવેલી ફિશિંગ નેટનો મોટો જથ્થો આગમાં બળીને ખાક થયો હતો. માંગરોળ બંદરે 2000થી વધુ ફિશિંગ ટ્રોલર બોટો, ફાઈબર હોડીઓ તથા મત્સયોધોગ સંલગ્ન ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં હાઈ એક્સ પ્લોઝીવ કેમિકલનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આગ લાગે ત્યારે તેને બુઝાવવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. પાર્કિંગ એરીયામાં કે બોટો બનાવવાના કારખાનાઓમાં લાગતી આગ પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.

જેના લીધે થતું મોટું નુકશાન અટકાવવાવું અત્યંત જરૂરી છે. હેવી ફાયર ફાઈટર તથા ફાયર સેફ્ટીના સાધનોથી સજ્જ ફાયર સ્ટેશન ફાળવવા ખારવા સમાજના આગેવાનો દ્વારા જીલ્લા કલેક્ટરને અનેક વખત રજૂઆતો કરી છે. ત્યારે ગત રાત્રીના દોઢેક વાગ્યે ફેઝ-3ની કામગીરી ચાલુ છે તે વિસ્તારમાં ઓફ સિઝનના હોવાથી માછીમારી માટે વપરાતી જાળોનું રિપેરિંગ કામ ચાલતુ હતું. ત્યાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. પરંતુ ન.પા.નું ફાયર ફાઈટર પણ ખરાબ હોવાથી સ્થાનિકોએ પાણીની ડોલ છાંટીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ફિશિંગ નેટ આગમાં ખાક થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...