તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:માંગરોળના ઢેલાણામાં પરિણીતાની હત્યા કરનાર આરોપી કેવદ્રાથી ઝબ્બે

માંગરોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં હત્યા કર્યાનું કબૂલ્યું: હત્યામાં વપરાયેલ સાધનો કબજે લીધા

માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે મહિલાને માથા માં કુહાડીના 3 ઘા ઝિંકી હત્યા કરી નાંખનાર પ્રેમીને પોલીસે ઝડપી લીધો છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. જેમાં પોતે મહિલા સાથે ધરાર પ્રેમસંબંધ રાખવા થયેલો ઝઘડો અને પોતાની જમીન વેચીને મહિલાને આપેલા 3 થી 4 લાખ રૂપિયા બાબતની માથાકૂટ હત્યાના બનાવમાં કારણભૂત હોવાનું પોલીસે જણાવ્યું છે. અહીંના આયુમાતાના મંદિર પાસે રહેતા નરેન્દ્રભાઈ રાજાભાઈ સોલંકીની પત્ની ભારતીબેનની ગઇકાલે તેમની જ પાડોશમાં રહેતા મનસુખ પીઠા પરમારે માથામાં કુહાડીના 3 ઘા મારી ઘર પાસે જ બેરહમીપૂર્વક હત્યા કરી નાંખી હતી.

આ બનાવમાં નરેન્દ્રભાઈએ મનસુખ સામે ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ભારતી અને મનસુખને ત્રણેક વર્ષ પહેલાં અનૈતિક સબંધો હતા. જેની જાણ થતાં તેઓ માંગરોળ રહેવા આવી ગયા હતા. ત્યારબાદ તેમના માતાનું અવસાન થતાં તેઓ ફરી ઢેલાણા રહેવા આવ્યા હતા. દરમ્યાન મનસુખ ભારતી સાથે ધરાર સબંધ રાખવા માંગતો હોઇ સોમવારે પોતાના ઘર પાસે આવી ભારતી સાથે રકઝક કરતો હતો. ત્યારે ભારતી તેને એમ કહેતી હતી કે, તારે ને મારે જે સંબંધો હતા. એ હવે પૂરા. મારે સંતાનો છે. ઘરનું માણસ છે, મારે ઘર બગાડવું નથી. આથી મનસુખે તેની હત્યા કરી હતી.

બનાવ બાદ તે ફરાર થઈ ગયો હતો. ડિવાયએસપી જે. ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ સીપીઆઈ ગોહિલ અને પીએસઆઈ સોલંકીની અલગ અલગ ટીમોએ શોધખોળ હાથ ધરી હત્યારાને કેશોદ તાલુકાના કેવદ્રા ગામેથી સવારે દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી સાયકલ અને હત્યામાં વપરાયેલી કુહાડી અને કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તસવીર-વિવેક મહેર

અન્ય સમાચારો પણ છે...