જિલ્લામાં આઠેક જેટલી શાખાઓ ધરાવતી શ્રીજી ક્રેડિટ કો. ઓપ. સોસાયટીની માંગરોળના લીમડા ચોકમાં લોખંડવાલા કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ઓફીસ કાર્યરત છે. જ્યાં ઘણાં સમયથી દૈનિક તથા માસિક રિકરીંગ, ટુ વ્હિલર લોન, ફિક્સ ડિપોઝીટ સહિતની યોજના ચાલુ હતી. જૂનાગઢ બ્રાન્ચના પૂર્વ મેનેજરે ગઈકાલે પોતાની અને અન્ય રોકાણકારો સાથે છેતરપીંડી થયાની એસપીને લેખિત ફરિયાદ આપી આ કો.ઓ. સોસાયટીના હોદ્દેદારો વિરુદ્ધ ગુનો નોંધવા માંગણી કરી હતી.દરમ્યાન આજે માાંગરોળના રહેવાસીઓએ પણ આ મામલે પોલીસ સમક્ષ દાદ માંંગી છેે.
રોકાણકારોએ લેખિત ફરીયાદમાં જણાવ્યું છે કે આ ક્રેડિટ સોસાયટી દ્વારા અમારો વિશ્ર્વાસ કેળવી દૈનિક બચત યોજનાઓ જેવી સ્કીમ મારફત દરરોજની નક્કી કરાયેલી રકમ ઉઘરાવાતી હતી. જેની અમારી પાસે રહેલી પાસબુકમાં એન્ટ્રી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી કર્મચારી આ રકમ ઉઘરાવવા આવતા ન હતા. તેમજ યોગ્ય જવાબ પણ આપવામાં આવતો ન હતો. આજથી માંગરોળમાં ઓફીસ પણ બંધ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.