માંગરોળ તાલુકાના કોસાડી ગામે પોલીસે રેડ કરી 95 કિલો ગોમાંસ અને એક જીવતી ગાય સહિત કુલ રૂપિયા 20,250 નો મુદ્દા માલ કબજે લીધો હતો જ્યારે ગાયની કતલના ગુંનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયા છે.
જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા માંગરોળ વિસ્તારમાં ગોવંશની કતલ અને ગૌમાંસ ની હેરાફેરી અટકાવવા માટે માંગરોળના પો.સ.ઇ.એચ આર પઢિયારને સૂચના આપવામાં આવી હતી જેથી તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ શરૂ કરાતા પો.કો આસિફખાન ઝહીરખાનને બાતમી મળી હતી કે કોસાડીથી આંકડોદ જતા રોડની બાજુમાં આવેલ કોતરમાં કોસાડી ગામના ત્રણ ઈસમો મુસા ઉર્ફે સમદ ગુર્જર સલીમ સાલેહ, આમિર અશરફ ભેડુ, અને નગીન ઉર્ફે સાયમન વસાવા ગાયોની કતલ કરી રહ્યા છે.
જેથી આ બાતમીને આધારે પો.સ.ઇ એચ આર પઢીયાર હે.કો. કેતનભાઇ પ્રેમજીભાઈ, પો.કો. વિપુલભાઈ વિક્રમભાઈ વગેરેની ટીમે રેડ કરતા ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હતા, સ્થળ ઉપરથી પોલીસે એક જીવતી ગાય કિંમત રૂપિયા 10,000 95 કિલો ગોમાંસ કુહાડી ચાર છરા દોરડું સહી કુલ રૂ.20,250 નો મુદ્દા માલ પોલીસે કબજે લીધો છે અને ભાગી છૂટેલા ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપી મુસા સલીમ સાલેહ રહે કોસાડી વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં પશુ સંરક્ષણ હેઠળ આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આમીર અશરફ ભેડુ વિરુદ્ધ બે જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.