તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:માંગરોળમાં વીજ ધાંધિયાથી લોકો ત્રસ્ત

માંગરોળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળમાં આવેલા વરામબાગના સ્થાનિક લોકો રાત્રે કચેરીએ દોડી ગયા

માંગરોળ પંથકમાં અનિયમિત વિજપુરવઠાને લીધે ત્રસ્ત બન્યા છે. શેપાના ગ્રામજનોએ પણ જ્યોતિગ્રામ લાઈનમાં અવારનવાર થતા ફોલ્ટ બાબતે આવેદન પાઠવ્યુ હતું. તો લાઈટના પ્રશ્ને કાયમી હાલાકીને લીધે શહેરના વરામબાગના લોકો રાત્રે કચેરીએ દોડી આવ્યા હતા.શેપા ગામે જ્યોતિગ્રામ લાઈનમાં નિયમિત પાવર ચાલુ રહેતો નથી. અવારનવાર ફોલ્ટ થતાં આખી રાત વિજળી ગુલ થઈ જાય છે. વિજકચેરીએ ફોન લગાવતા કોઈ ફોન ઉપાડતું નથી. ઉપાડે તો સંતોષકારક જવાબ મળતો નથી. આથી લાઈટ સબંધિત સમસ્યાના નિરાકરણ માટે જ્યોતિગ્રામની લાઈન નજીકના બુધેચાના 66 કે.વી. સબ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી આપવા માટે અનેક લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી છે. પરંતુ આજ સુધી કોઈ નિવેડો નથી આવ્યો. દરમ્યાન માંગરોળના વરામબાગ વિસ્તારને લોએજ ફીડરમાંથી વિજપુરવઠો પુરો પાડવામાં આવે છે. હાલ અવાર-નવાર વીજ પુરવઠો બંધ થઇ જતાં વરામબાગ વિસ્તારનાં સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. જેથી આજે લોકો કચેરીએ દોડી ગયા હતા. જેમાં અનેકવાર ફોલ્ટ સર્જાતા કાયમી વિજધાંધિયા રહે છે. આથી સીટી ફીડરમાંથી લાઈટ આપવાની માંગ સાથે બુધવારે લોકો રાત્રે વિજ કચેરીએ દોડી આવ્યા હતા. અને સમસ્યા દુર ન થાય તો કચેરીને ઘેરાવ કરવાની ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...