આદેશ:માંગરોળ યાર્ડના ગોડાઉનોની હરરાજી રદ કરવાનો આદેશ

માંગરોળ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી રદ થઈ હોય આ પ્રકરણ પેન્ડીંગ હોવાની રજૂઆત થઈ’તી

માંગરોળ યાર્ડના શોપટાઈપ 7 જેટલા ગોડાઉનોની આગામી 20 માર્ચના થનાર હરરાજી રદ કરવા જિલ્લા રજીસ્ટ્રારે આદેશ કર્યો છે. ગત વર્ષે યોજાયેલી એપીએમસીની 16 બેઠકો પૈકી ખેડુત વિભાગના 1 સભ્યોની ચુંટણી રદ થયેલ હોય, તેમજ આ પ્રકરણ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા સહિતની તાલુકા ભાજપ પ્રમુખની રજુઆત ધ્યાને લઈ જિલ્લા રજીસ્ટ્રારે હરરાજી પર રોક લગાવી છે.

મતદાર યાદીમાં ગોટાળા મુદે જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ વાંધા રજૂ થયા હતા. ચુંટણીના પરિણામો બાદ એક જુથની માંગણી ગ્રાહ્ય રાખી નિયામકે ખેડુત વિભાગના તમામ દસ સભ્યોની ચુંટણી રદ જાહેર કરી, 90 દિવસમાં ખેડુત વિભાગની ચુંટણી યોજવા આદેશ કર્યો હતો. ત્યારબાદ આ નિર્ણય સામે હાઈકોર્ટમાં સ્પે.સી.એપ્લી.થી આ હુકમ રદ કરવા અને સ્ટે કરવા પીટીશન દાખલ થઈ હતી. જે હાલમાં પેન્ડિંગ હોવાનું જાણવા મળેલ છે.તમામ સભ્યોને રેકર્ડ પર હાજર લઈ મનસ્વી નિર્ણય લેવાયાના આક્ષેપ સાથે તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બાલસે હરરાજીની કાર્યવાહી રદ કરવા જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ માંગ કરી હતી. અને આ પેન્ડીંગ પ્રકરણને લઇ હરરાજી રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...