અકસ્માત:ઊનાથી ખલાસીઓને લઈ પોરબંદર જતું વાહન પલ્ટી ખાઇ જતાં એકનું મોત

માંગરોળ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 લોકોને ઈજા, 3ને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા

ઊનાથી ખલાસીઓને લઈ પોરબંદર તરફ જઈ રહેલો ટેમ્પો પોરબંદર બાયપાસ નજીક રેલીંગ તોડી પલ્ટી મારી જતા એક યુવાનનુ મોત નિપજ્યું હતું. જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી ત્રણને જુનાગઢ રિફર કરાયા હતા.

માંગરોળના પોરબંદર બાયપાસ પર ઉદીયા બાગ નજીક બપોરે પોણા ત્રણેક વાગ્યે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે આજુબાજુના વિસ્તારમાંથી લોકો એકઠા થયા હતા. 108 મારફતે ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જેમાં ડાયાભાઈ ભાણાભાઈ બાંભણીયાને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. જ્યારે ભીખાભાઈ રાજાભાઈ કામળીયા, વિજયભાઈ પાંચાભાઈ મકવાણા તથા અશોકભાઈ રામજીભાઈ વાઘેલાને જુનાગઢ રિફર કરાયા હતા.

આ ઉપરાંત રાણાભાઈ પરબતભાઈ ભાલીયા, નરેન્દ્રભાઈ રવાભાઈ ભાલીયા, રોહિત રવાભાઈ ભાલીયા, ભાયાભાઈ મેઘાભાઈ કામરીયા, રામાભાઈ ભાયાભાઈ, અશ્ર્વિન ઉકાભાઈ બાંભણીયા તથા દિપક કિશન સોલંકીને નાની મોટી ઈજાઓ થતા માંગરોળ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. રસ્તામાં ગાયને બચાવવા જતા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું

અન્ય સમાચારો પણ છે...