તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:8 મેનાં આંધ્રપ્રદેશમાંથી આવેલા યુવાનને કોરોના, માંગરોળમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો

માંગરોળ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જમાતના 23 લોકો માંગરોળ આવ્યા’તા
 • અનંતપુરથી આવેલા તમામ ક્વોરન્ટાઈનમાં

માંગરોળમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. ગત તા. 8 મેના રોજ આંધ્રપ્રદેશના અનંતપુરથી આવેલા જમાતના 23 વ્યક્તિઓને માંગરોળમાં પોરબંદર બાયપાસ પર આવેલા જામિયાહ રોઝતુસ્સાલિહાત મદ્રેસામાં કવોરન્ટાઈન રાખવામાં આવ્યા હતા. જે પૈકી આજે માળિયા હાટીના તાલુકાના શેરિયાખાણ ગામના રહેવાસી 23 વર્ષના એક યુવાનને કોરોના પોઝિટીવ આવતાં તેને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. હજુ મદ્રેસામાં 78 સહિત માંગરોળમાં બહારથી આવેલા આશરે 630 લોકોને ક્વોરન્ટાઈનમાં રખાયા છે. જીલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ અન્ય કોઈના સંપર્કમાં આવેલ ન હોઇ લોકોએ ગભરાવાની જરૂર નથી. આમ માંગરોળમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો