તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટીપ્પણી કરનાર સામે ગુનો નોંધો

માંગરોળ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળમાં વિવિધ સંસ્થાઓએ ડિવાયએસપીને આવેદન આપ્યું

સોશ્યલ મીડિયામાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી, શબ્દપ્રયોગ કરનાર જૂનાગઢના શખ્સ સામે એફઆઈઆર દાખલ કરવા માંગરોળમાં વિવિધ સંગઠનો દ્વારા ડિવાયએસપીને આવેદન આપવામાં આવ્યું હતું. જૂનાગઢમાં રહેતા અને પોતાને મિ. રાવણ તરીકે ઓળખાવતા આ શખ્સે જગત જનની ભગવત દુર્ગા, ભગવાન રામ, કૃષ્ણ, શિવ, બ્રહ્મા જેવા હિન્દુ ધર્મના પુજનિય દેવી-દેવતાઓ વિશે અત્યંત ગલીચ, અભદ્ર અને અપમાનજનક સંબોધનો કરેલા છે.

સોશ્યલ મીડિયામાં ઈરાદાપૂર્વક સમસ્ત હિન્દુ સમાજની ધર્મભાવના પર પ્રહાર કરતી આવી પોસ્ટથી સમાજમાં વર્ગવિગ્રહ અને વૈમનસ્ય વધશે તેવી ભીતિ વ્યક્ત કરી આ શખ્સ વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરી કડક સજાની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...