તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:વેરાવળમાં રસીકરણ કેન્દ્રો પર રસી ઉપલબ્ધ કરવા ધારાસભ્યની માંગ

ચોરવાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી હોસ્પિટલોમાં પૂરતો ઓક્સિજનનો સ્ટોક મંગાવવા પણ રજુઆત કરવામાં આવી

હાલામાં કોરોના રસિકરણ અભિયાન પુરજોરશોરથી ચાલી રહ્યું છે. અને લોકોમાં જાગૃતતા આવતા વેક્સિન લેવા પડાપડી કરી રહ્યા છે. પરંતુ વેક્સિન પુરતા પ્રમાણમાં ન હોવાથી ઉપલબ્ધ કરવા વેરાવળ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઈ છે.

વેરાવળ સરકારી હોસ્પિટલ તથા અન્ય રસીકરણ કેન્દ્રો ભીડીયા, પ્રભાસ પાટણમાં રસી ન આવવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પોતાના રોજગાર-ધંધા બંધ રાખી લોકો વેક્સિન લેવા માટે આવતા હોય છે. પરંતુ વેક્સિનના અભાવે ભારે જહેમત ઉઠાવી પડે છે. જેથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાંએ તમામ રસીકરણ કેન્દ્રો પર વેક્સિન મળી રહે તથા સરકારી હોસ્પિટલોમાં પૂરતો ઓક્સિજનનો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવે તેવી લેખીત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...