તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લંબોરાની નોળી નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ

માંગરોળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2 જેસીબી સહિત 23 ટ્રેક્ટરો ઝડપી પાડી ખાણ-ખનીજ વિભાગને જાણ કરી

માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં સરકારી ખરાબા તથા ગૌચરની જમીનોમાં ચકરડીઓ મુકી બેરોકટોક ખનીજ ચોરી થાય છે. રાજકીય આશિર્વાદ અને તંત્રની મીઠી નજર હેઠળ લીઝ સિવાયની જમીનમાં પણ પથ્થરોની ખાણો ધમધમતી હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે તાલુકાના લંબોરા ગામમાંથી પસાર થતી નોળી નદીમાંથી ધુળ, માટી સહિતના ખનીજની મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઈ જે.જે. ગઢવી, કે.બી.ડોકલ,એમ.આર.વાળા, જોગીદાસ ગાંગણા, ઈન્દ્રજીતસિંહ,રાહુલગીરી, પ્રિતેશસિંહ,વિક્રમસિંહ,ધર્મેશભાઈ,સાગરભાઈ સહિતના સ્ટાફે મોડી સાંજે ઘટના સ્થળે દરોડો પાડયો હતો.

જ્યાં વાહનોની સંખ્યા જોઈ પોલીસ ચોંકી ઊઠી હતી. જ્યારે પોલીસને જોઈ લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સરકારી યોજના અંતર્ગત અહીંથી ધૂળ,માટી કાઢવા 1 જેસીબી અને 16 ટ્રેકટરને મંજૂરી આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના સ્થળે મંજૂરી વિનાના 23 ટ્રેક્ટર અને 2 જેસીબી મળી આવ્યા હતા. આમ તમામ વાહનો ડિટેઈન કરી પોલીસ મથકે રાખવામાં આવ્યા છે. તથા વાહનચાલકોને મેમો આપી કાર્યવાહી અંગે ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...