તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માંગરોળ પાલીકા સભ્યનું ગળોદર નજીક અકસ્માતમાં મોત નિપજ્યું

માંગરોળ,માળિયા હાટીના23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિયર સાથે બાઇક ઉપર માંગરોળ ગામેથી માળિયા હાટીના જતા હતા
  • ગળોદર ચોકડી પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો

માંગરોળ નગરપાલિકાના વોર્ડ નં. 9 ના મહિલા સભ્ય અને તેમના દિયર આજે બાઇક પર માળિયા હાટીના જઇ રહ્યા હતા ત્યારે ગળોદર ચોકડી પાસે ટ્રકે તેમની બાઇકને હડફેટે લેતાં દિયર ભોજાઇના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ બનાવ ની વિગત એવી છે કે, માંગરોળ નગરપાલિકાના વોર્ડ નં. 9 ના સભ્ય કાન્તાબેન જાદવભાઈ ગોહેલ અને તેમના દિયર દિનેશભાઈ રામાભાઈ ગોહેલની પુત્રીઓ માળિયા સાસરે હોઇ, તેઓને મળવા જઈ રહ્યા હતા. એ દરમ્યાન બપોરે સોમનાથ હાઈવે પર ગળોદર પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો, આગેવાનો, ન.પા. પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો દોડી ગયા હતા. માળિયા સરકારી હોસ્પિટલમાં બંને મૃતદેહોનું પોસ્ટમાર્ટમ કરાયું હતું. બનાવને પગલે વણકર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની તપાસ માળિયા હાટીના પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...