તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ફિશિંગ બાન પિરિયડ 61ને બદલે 123 દિવસનો કરો, મત્સ્યોદ્યોગ વિભાગને રજુઆત કરાઇ

માંગરોળ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મત્સ્યોદ્યોગના હિતમાં માછીમારી પ્રતિબંધના સમયમાં વધારો કરવા માંગ
  • માછીમારો, દરીયાઈ પર્યાવરણનું સંતુલન, માછલીનો ખાત્મો અટકાવવો જરૂરી

સમગ્ર રાજ્યના માછીમારો અને મત્સયોધોગના હિતમાં ફિશિંગ બાન પિરિયડ 61 દિવસનો કર્યો છે. જેને વધારીને 1,મે થી 31,ઓગસ્ટ એમ કુલ 123 દિવસનો કરવા માંગરોળ બંદર દ્વારા મત્સયોધોગ વિભાગને રજુઆત કરાઈ છે. માંગરોળ બંદરની મહાવીર માછીમાર સહ.મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડીયાએ જણાવ્યું છે કે માછીમારો માટે 1,જુનથી 15,ઓગસ્ટ એમ 68 દિવસનો માછીમારી બાન પિરિયડ અમલમાં હતો. પરંતુ રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી 1,જુનથી 31,જુલાઈ એમ 61 દિવસનો નક્કી કરાયો છે. જે પુન: વિચારણા કરી 1,મે થી 31,ઓગસ્ટનો કરવામાં આવે તો માછીમારી, દરીયાઈ સૃષ્ટિ અને પર્યાવરણ સંતુલન માટે લાભદાયી બની શકે છે. કારણ કે આ સમયગાળો માછલીના સંવર્ધનનો હોય છે.

દરમ્યાન માછલીઓ લાખો, કરોડોની સંખ્યામાં ઈંડા મુકે છે અને બચ્ચાને જન્મ આપે છે. જે મે થી ઓગસ્ટ મહિના સુધીમાં પુખ્ત થાય છે. ગ્લોબલ વોર્મિંગને લીધે દરીયાઈ સૃષ્ટિના જીવનચક્રમાં પણ ફેરફારો થયા છે. માછલીની જાતો, સાઈઝમાં ફેરફારો તથા કેટલીક પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે. તો અમુક લુપ્ત થવાના આરે છે. બાન પિરિયડ ઘટવાથી અને દિન પ્રતિદિન બોટોની વધતી રહેલી સંખ્યાથી માછલીનો ઝડપથી ખાત્મો થઈ જવાની શંકા વ્યક્ત કરી ફિશિંગ પર પ્રતિબંધનો સમય વધારવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...