જૂનાગઢ:હોમ કવોરન્ટાઇનને બદલે તંત્રની દેખરેખ હેઠળ રાખો

માંગરોળ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવો
  • ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રજૂઆત

જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે યોગ્ય પગલા લેવાની માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી જરૂરી સુચનો પણ કરવામાં આવ્યા છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં કોરોનાને આગળ પ્રસરતો અટકાવવા માંગરોળ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે સાંસદને સૂચન કર્યુ છે. જેમાં જણાવ્યું છે કે ઉપરોક્ત બંને જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા વધુ નથી. જે લોકો પોઝીટીવ છે તે જિલ્લા કે રાજ્ય બહારથી આવેલા છે. આ લોકોથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ છે. બહારથી આવતા લોકોને હોમ કોરોન્ટાઈનને બદલે આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ  અથવા સરકારી સુવિધાઓમાં કોરોન્ટાઈન કરીને પછી જ એમને ઘરે જવાની રજા આપવામાં આવે તો કોરોના મહામારીને ફેલાતા રોકી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...