માંગ:માંગરોળ શાક માર્કેટમાં લાકડાનો મોભ, નળિયા એકાએક તૂટી પડ્યા

માંગરોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા બાંધકામ માટે 58 લાખ મંજૂર કરેલા હોવા છતાં કામગીરી શરૂ નથી થઈ

માંગરોળમાં રાજાશાહીના સમયની શાકમાર્કેટ લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે. અત્યંત બિસ્માર હાલતમાં રહેલી માર્કેટના છતમાંથી લાકડાનો તોતિંગ મોભ, પિઢીયા, નળિયા સહિતનો કેટલોક ભાગ બપોરે એકાએક તુટી પડ્યો હતો. સદભાગ્યે શાકભાજી વેંચતી મહીલાનો સહેજમાં બચાવ થયો હતો. આ શાકમાર્કેટને ઊતારી લઈ આશરે રૂ.58 લાખના ખર્ચે નવું બાંધકામ કરવાનું કામ મંજુર થઈ ગયું છે.

અને તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયાને પણ ઘણોખરો સમય વિતી ચુક્યો છે. છતાં પણ કામગરી શરૂ ન થતાં શાકભાજી વેચાણ કરતા લોકો તથા ગ્રાહકોમાં રોષે ભરાયા છે. આવા અકસ્માતના પગલે શાકભાજી વેંચીને આજીવિકા ચલાવતા લોકો અને ગ્રાહકો ગંભીર રીતે ઘાયલ થાય કે ભોગ બને તે પહેલાં નગરપાલિકા આ કામ શરૂ કરવાની એજન્સીને તાકીદ કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...