કાર્યવાહી:માંગરોળમાં હવામાં ફાયરીંગનાં કેસમાં 1 શખ્સ પાસામાં ધકેલાયો

માંગરોળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અઢી મહિના પહેલા બનાવ બન્યો હતો, લાજપોર જેલ હવાલે

માંગરોળમાં અઢી માસ પૂર્વે હવામાં ફાયરીંગ કરવાના ગુનામાં ચાર પૈકી એક શખ્સ પાસામાં ધકેલાયો છે. ગત ૧૨ ઓક્ટોબરના રોજ શહેરમાં લીમડાચોક, નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં હવામાં ફાયરીંગ કરવાના બનાવમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે એક આરોપી આગોતરા જામીન લઈ હાજર થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરમ્યાન પોલીસે ફાયરીંગના આ બનાવમાં રીજવાન ઉર્ફે હસલો યુસુફ જેઠવા (ઉ.વ.૩૫, રહે. નિલકમલ સોસાયટી, માંગરોળ બાયપાસ)ની કલેકટર સમક્ષ પાસાની દરખાસ્ત કરી હતી. જે મંજુર થતા તેની અટકાયત કરી સુરત ખાતે લાજપોર જેલ મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...