ચૂંટણી:માંગરોળ, માણાવદરમાં ગ્રામ પંચાયત પેટા ચૂંટણી યોજાશે

માંગરોળ, માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણાવદર પાલિકા વોર્ડ નંબર 4 પેટા ચૂંટણીમાં ફોર્મ ભરાયા

માંગરોળ તાલુકાના 57 ગ્રામ પંચાયત પૈકી 5 ગ્રામ પંચાયતોમાં વીરપુર, ઢેલાણા અને તલોદ્રામાં અનુ.આદિજાતિ (પુરૂષ), ચોટીલીવીડી તથા માનખેત્રામાં અનુ.આદિજાતિ મહીલા સરપંચ માટે અનામત જાહેર કરવામાં આવી છે. જ્યારે હંટરપુર, હુસેનાબાદ તથા કાલેજમાં બક્ષીપંચ મહીલા તથા કંકાણા, કંકાસા અને ખોડાદામાં બક્ષીપંચ પુરૂષ સરપંચ માટે અનામત રખાઈ છે. જ્યારે વાડલા, આરેણા અને સુલતાનપુર અનુ.જાતિ મહીલા તેમજ સરમા, મકતુપુર, શાપુર અને લંબોરા પંચાયતોમાં અનુ.જાતિ પુરૂષ સરપંચ માટે અનામત જાહેર કરાઈ છે.

આંત્રોલી, ભાથરોટ, ચંદવાણા, ચાખવા, કરમદી-ચીંંગરીયા, દરસાલી, દિવાસા, ફરંગટા, ફુલરામાં, ધોડાદર, ગોરેજ, નવા જુના કોટડા, લાંગડ, લોએજ, મેણંજ, મીતી, નાંંદરખી, રૂદલપુર, તથા સરસાલીમાં બિન અનામત મહીલા તથા આજક, મેખડી, બામણવાડા, નગીચાણા, ઓસા, રહીજ, સકરાણા, સામરડા, સાંઢા, સાંગાવાડા, શેખપુર, સેપા, શેરીયાજ, શીલ, થલ્લી, વિરોલ અને ઝરીયાવાડા ગ્રામ પંચાયતના સરપંચની બેઠકો બિન અનામત જાહેર કરાઈ છે. દરમિયાન માણાવદર પાલિકા વોર્ડ નં.4 પેટા ચૂંટણીમાં ફોર્મ ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...