આવેદન:નગીચાણા-શીલના ફીડરોમાં વારંવાર ફોલ્ટ સર્જાતા આવેદન

માંગરોળ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળના નગીચાણા ગામે શીલ કે.વી. માંથી આવતા ફીડરોમાં વારંવાર સર્જાતા ફોલ્ટ બાબતે ગ્રામજનોએ વિજ કચેરીને આવેદન પાઠવ્યું હતુ. આગામી 10 દિવસમાં જરૂરી કાર્યવાહી કરવા અલ્ટિમેટમ આપ્યું છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે તાલુકાના શીલ 66 કે.વી. નીચે આવતા ફરંગટા/ નગીચાણા ફીડર અવારનવાર ફોલ્ટને લીધે લાઈન ટ્રીપ થતાં લાંબા સમય સુધી પાવર બંધ રહે છે. આ ફીડરોમાં લગભગ 30 થી 35 વર્ષ જુની લાઈનો છે. જેમાં અત્યાર સુધી મેઈન્ટેનન્સ ન થતાં અત્યંત જર્જરીત હાલતમાં છે. ઉપરોક્ત ફીડરો હેઠળ આવેલા 80 ટકા મીટરો વાડી વિસ્તારના રહેણાંક છે. ત્યારે 30 વર્ષથી જુની લાઈનોમાં સમારકામ અને જરૂરી હોય ત્યાં નવી લાઈનો ઊભી કરી કાયમી પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...