તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:માંગરોળમાં તમાકુના કાળાબજાર, બીડીની એક જુડીના 20ને બદલે 200 થી 300નો ભાવ બોલતો હોવાની ચર્ચા

માંગરોળ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

માંગરોળમાં સોપારી, તમાકુની બનાવટોના ધૂમ કાળાબજાર વચ્ચે વ્યસનીઓની હાલત કફોડી થઈ છે. મોં માંગ્યા ભાવ ચૂકવવા બંધાણીઓ મજબૂર બન્યા છે. બીજી તરફ પોલીસે હોલસેલની દુકાનોમાં સ્ટોકની ગણતરી કરી હોવા છતાં તેમજ આ વસ્તુઓના વેચાણ અને પરિવહન પર પ્રતિબંધ હોવા છતાં મોટા જથ્થામાં આવી વસ્તુઓ કયાંથી આવી રહી છે તે પણ એક સવાલ છે.
 20 રૂ.ની એક જુડી બીડીના 200 થી 300 રૂ. પડાવાઈ રહ્યા છે
છેલ્લા દોઢ માસથી લોકડાઉન વધવાની સાથે બેફામ નફાખોરીથી તમાકુ, બીડીના ભાવમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. સોપારીની એક ગુણ જે 24 થી 25 હજારમાં મળતી હતી, તેના 80 હજારથી એક લાખ થઈ ગયા છે. જે પાન, માવાના રિટેઈલરોને પરવડે તેમ નથી. તમાકુના પાઉચ કે ડબ્બાની દસ ગણી કિંમત વસુલાઈ રહી છે. જેથી માવામાં ડુપ્લીકેટ તમાકુ ધાબડવામાં આવી રહી છે. 20 રૂ.ની એક જુડી બીડીના 200 થી 300 રૂ. પડાવાઈ રહ્યા છે. જો કે વર્ષોના બંધાણીઓને તેના વગર ચેન ન પડતું હોય, આ કિંમતે પણ વ્યસનીઓ તે ખરીદવા મજબૂર બન્યા છે. 
પોલીસને ઊંધા ચશ્મા પહેરાવવામાં નફાખોરી કરતા વેપારીઓ સફળ થયા છે
અમુક હોલસેલરો, રાજકીય વ્યક્તિઓ અને વચેટીયાઓની સાંઠગાંઠથી ચોક્કસ ઢબે નેટવર્ક ચાલી રહ્યું છે. તદુપરાંત જીલ્લા મથકેથી આદેશ બાદ પોલીસે હોલસેલરોની દુકાનોમાં રહેલા તમાકુના પાઉચ તથા ડબ્બા, બીડીના પેકેટો, બજર સહિતની વસ્તુઓની ગણતરી કરી ચોપડે નોંધી છે. પરંતુ તેમાં પણ પોલીસને ઊંધા ચશ્મા પહેરાવવામાં નફાખોરી કરતા વેપારીઓ સફળ થયા છે. કારણકે આ કાર્યવાહી બાદ પણ વહેલી સવારે પીપરીચોરા નજીક જેઈલ રોડ, ગાંધીચોક નજીક આવેલા એક હોલસેલરના દુકાન અને ગોડાઉન સહિતની જગ્યાએ તમાકુની બનાવટોના મોટા જથ્થાની અનેક વખત બિન અધિકૃત હેરફેર અને વેચાણ કરવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો