રજૂઆત:ભાટગામથી માનખેત્રા, સુલતાનપુરને જોડતા રસ્તાનું કામ શરૂ કરવા માંગણી

માંગરોળ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય માનવાધિકારી સંઘ, ગ્રામજનોની મામલતદારને રજૂઆત

માંગરોળ તાલુકાના ભાટગામથી માનખેત્રા અને સુલતાનપુરને જોડતા રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવા બાબતે ભારતીય માનવાધિકાર સંઘ તથા ગ્રામજનોએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. જિલ્લા ક્લેકટરને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાટગામથી માનખેત્રા તથા સુલતાનપુરને જોડતો રસ્તા ઘણા સમયથી મંજુર થયેલા છે. હાલ આ રસ્તા તદ્દન બિસ્માર હાલતમાં છે. છતાં પણ આ રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવેલ નથી.

ખરાબ રસ્તાઓને લીધે વાહનોમાં નુકસાની, ઇંધણનો વધુ વપરાશ તેમજ અકસ્માતનો ભય રહે છે. અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલ ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે વરસાદમાં ગ્રામજનો તથા વાડી વિસ્તારના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ ભોગવવી પડે તેમ હોય, ભારતીય માનવ અધિકાર સંઘના અધ્યક્ષ મિલન બારડ, સરપંચ તથા ગ્રામજનો દ્વારા આ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ થાય તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...