નિર્ણય:બિનખેતી પ્લોટવાળી મિલ્કતોની વેચાણ સહિતની નોંધો બંધનો નિર્ણય

માંગરોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ મામલતદાર કચેરીમાં સિટી સર્વે કચેરીના રેકર્ડમાં દાખલ ન થયેલી બિનખેતી પ્લોટો વાળી મિલ્કતોની વેચાણ, વારસાઈ સહિતની નોંધો હકકપત્રકે દાખલ કરવાની બંધ કરવાનો તઘલખી નિર્ણય કરતા દેકારો મચી ગયો છે. મહેસૂલ વિભાગના નિર્ણય મુજબ રાજ્યની બિનખેતી થયેલ મિલ્કતોને સીટી સર્વે કચેરી હેઠળ લઈ પ્રોપર્ટી કાર્ડ આપવા અને જ્યાં સુધી આવી મિલકતોના પ્રોપર્ટી કાર્ડ ન બને ત્યાં સુધી તેને હકકપત્રકે ફેરફાર નોંધો ચાલુ રાખી ગામ નમૂના નંબર બે થી ટાઈટલ ઉતારવાની કામગીરી ચાલું રાખવા કરેલ પરિપત્રમાં આ સ્પષ્ટતા છતાં આગાઉ પણ આ વ્યવસ્થા બંધ કરાઈ હતી.

જે રજૂઆતો બાદ જીલ્લા કલેકટરની સુચનાથી પુનઃ શરૂ કરાયા બાદ અચાનક ઉપલી સતાનો કોઈ આદેશ ન હોવા છતાં માંગરોળ મામલતદાર કચેરીમાં સીટી સર્વે કચેરીમાં દાખલ ન થયેલી બિન ખેતી મિલ્કતોની ફેરફાર નોંધો હકકપત્રકે નોંધવાની અરજીઓ લેવાનું અચાનક બંધ કરતા આ પ્રશ્ર્ને એ.આઈ.એમ.આઈ.એમ.ના જૂનાગઢ જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલે મામ.કચેરી માંગરોળ ખાતે આ બંધ કરાયેલ વ્યવસ્થા પુનઃ શરૂ કરવા રેવન્યુ સચિવ, રેવન્યુ મંત્રી, જૂનાગઢ જીલ્લા પ્રભારી મંત્રી, જુનાગઢ જીલ્લા કલેકટર, ધારાસભ્ય, માંગરોળ સહિતનાઓને પત્ર પાઠવી રજૂઆત કરી હતી આ પ્રશ્ર્ને એડવોકેટ કાનાભાઈ ચાવડાએ ડે.કલેકટરને ફરિયાદ કરતા તેમણે કેશોદ ડે.કલેકટરને સુચના આપવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...