માંગરોળ બંદર વિસ્તારમાં આજે સાંજે કલર ઉડાડવા બાબતે બે જૂથ વચ્ચે મોટી બબાલ થતાં સહેજમાં અટકી ગઈ હતી. જો કે એક તબક્કે પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસનો એક સેલ છોડ્યો હતો. હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું ડીવાયએસપી કોડીયાતરે જણાવ્યું હતું.
બંદર વિસ્તારમાં સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ બનેલા બનાવ અંગે માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડીયાતરે માહિતી આપતા જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજની આજે મોટી રાત હોય, લોકો કબ્રસ્તાનમાં આવતા હોય, એ દરમ્યાન કલર ઉડાડવા બાબતે કેટલાક શખ્સો વચ્ચે માથાકૂટ થઈ હતી. જો કે પોલીસને આ અંગે જાણ થતાં બનાવ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પરંતુ ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. ટોળાને વિખેરવા ટીયરગેસ પણ છોડાયો હતો. સ્થિતિની ગંભીરતાને પારખી કેશોદ ડીવાયએસપી, જુનાગઢ એલસીબી, એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બનાવમાં બે શખ્સો ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ સ્થિતિ કાબુમાં છે તેમજ રાયોટીંગનો ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.