મહાવીર મચ્છીમાર સહકારી મંડળી તેમજ NETFISH / MPEDAના સંયુક્ત ઉપક્રમે ખારવા સમાજના પટેલ પરસોત્તમભાઈ ખોરાવા, રાષ્ટ્રીય બંક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, મહાવીર મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડીયા, બોટ એસો.ના પ્રમુખ બાબુભાઈ હોદાર, હોડી એસો.ના પ્રમુખ જીતેશભાઈ ખોરાવા તેમજ માછીમાર ભાઈઓની ઉપસ્થિત વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનોએ જણાવ્યું હતું કે મહાસાગર પૃથ્વી પરના જીવનનું પ્રતિક જ નથી, પરંતુ પર્યાવરણ સંતુલનમાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
દર વર્ષે 80 લાખ ટન પ્લાસ્ટિક સમુદ્રમાં જઈ રહ્યું છે. આ પ્રદુષણ દરીયાની સપાટી પર જ નહીં, તળીયા સુધી ફેલાઈ ચુક્યું છે. આ પ્લાસ્ટિક માછલી અને અન્ય દરીયાઈ પ્રજાતિઓ માટે મોટું નુકસાનકારક છે. એક અંદાજ મુજબ પ્લાસ્ટિકને લીધે 700 દરીયાઈ પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં છે.
પ્લાસ્ટિક પેટમાં જવાથી આખા વિશ્વમાં વર્ષે 10 લાખ દરીયાઈ પક્ષીઓ તેમજ કાચબા સહિત 1 લાખ સસ્તન પ્રાણીઓના મોત થાય છે. આ ઉપરાંત ઓવરફિશિંગને લીધે માછલીઓની ઘટતી સંખ્યા અને દરીયાઈ સજીવોના બગડી રહેલા કુદરતી સંતુલન અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.