માંગરોળનાં રહીજ ગામના વીર શહીદ વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમાનાં પ્રથમ વીરગતી દિવસ નિમિતે રહીજ મુકામે આજ કી શામ શહિદોકે નામ અંતર્ગત શહીદ વંદના (લોકડાયરો) – ત્રિરંગાયાત્રા – સ્મારક અનાવરણ જેવા વિવિધ દેશભકિતના કાર્યક્રમોનું આયોજન 20મેને શુક્રવારના કરાયું છે.
આ દેશભકિત કાર્યક્રમમાં 3:30 કલાકે ત્રિરંગાયાત્રા- શહીદ સ્મારક માંગરોળ બંદરેથી માંગરોળ શહેર થઇને વીર શહીદ વિક્રમસિંહના સ્મારક રહીજ સુધી, સાંજે 5:30 કલાકે સ્મારક અનાવરણ સાધુ-સંતો, વિશિષ્ટ મહેમાનો, દેશપ્રેમી જનતાની ઉપસ્થિતિમાં ડો.આચાર્યશ્રી અજયકુમાર પંડયાના આશિર્વચન સાથે ત્યારબાદ સાંજે 6:00 કલાકે ભોજન સમારંભ અને રાત્રીના 9:00 કલાકે શહીદ વંદના (ભવ્ય લોકડાયરો)નું આયોજન કરેલ છે.
લોકડાયરાના કલાકારો રાજભા ગઢવી, તેજલબા દરબાર, જાહલબેન આહીર તથા સાજીંદા ગૃપ સાથે દેશભકિતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસશે. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને મહંત ઇન્દ્રભારતીજી મહારાજ, ગુરૂ પ્રેમભારતીજી મહારાજ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઘાંટવડ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આમંત્રીત મહેમાનોમાં મિલેટ્રીમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ જુનાગઢ જિલ્લાના સરકારી ખાતાનાં અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
વીર શહિદ વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમાં આ પ્રથમ શહીદ દીન નિમિતે ત્રણ ગામ ધુમાડાબંધ ભોજનનું પણ તેમના પરિવાર તથા સમસ્ત રહીજ ગામ દ્રારા આયોજન કરાયું છે. તો આ શહીદ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તમામ દેશભકતોને સમસ્ત રહીજ ગામ તથા તેમના પરિવાર દ્રારા નમ્ર નિવેદન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, આ ગામનાં 50 થી વધુ યુવાનો આર્મીમાં ફરજ બજાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.