કામગીરી:માંગરોળમાં હવામાં ફાયરીંગ કરનાર બે દિવસનાં રીમાન્ડ ઉપર

માંગરોળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દેશી બનાવટની પિસ્ટલ કબ્જે કરી

માંગરોળમાં જાહેરમાં હવામાં ફાયરીંગ કરવાના બનાવના ગુનામાં ધરપકડ કરાયેલા બે આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓએ જે હથિયારથી ભડાકા કર્યા હતા, તે દેશી બનાવટની ઓટોમેટિક પિસ્ટલ પણ પોલીસે જેતખમ વિસ્તારની એક વાડીમાંથી કબ્જે કરી FSLમાં મોકલી આપી છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલ અન્ય એક મોટરસાયકલ વાડલા નજીકથી કબ્જે કર્યુ છે.

પીએસઆઈ બી.કે.ચાવડાએ સાંજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આ ઘટનામાં બે આરોપીઓ ફરાર હોય, આરોપીઓ પાસેથી હજુ એક હથિયાર કબ્જે લેવાનું બાકી હોય, આરોપીઓ પાસે હજુ પણ ગેરકાયદે હથિયારો છે કે કેમ તે સહિતના મુદ્દે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટ બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. ફરાર બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...