વંથલી માણાવદર સ્ટેટ હાઇવે પાસે પાણી પુરવઠા બોર્ડની ઓજત 2 પાઇપલાઇન પસાર થાય છે ત્યારે વંથલી આ પાઇપલાઇના એર વાલ્વ લીકેજ ના કારણેથી 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા છૂટ્યા હતા અને આ પાણીના ફુવારા 10 કલાકથી પણ વધુ સમયથી ઉડતા હજારો ગેલન પાણી નો વેડફાટ થયો હતો.
જ્યાં પાણીનો વેડફાટ થતો હતો ત્યાંથી નજીક જ પાણી પુરવઠા બોર્ડનો સાંતલપુર સંપ આવેલો છે ત્યારે આટલા સમય સુધી પાણીનો વેડફાટ થયો તો કોઈ કર્મચારીઓને કે અધિકારીઓના નજરે નહીં આવ્યું હોય? આ વેડફાટ અંગે પાણી પુરવઠા બોર્ડના અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે બીજા વિસ્તારમાં પ્રેશરથી પાણી આપવાનું હોવાથી આગળ વાલ્વ બંધ કરાતા આવું બન્યું છે જો પ્રેશરથી પાણી આપવાથી જો આ ઘટના બનતી હોય તો શું પાઇપ લાઇનનું મેન્ટેનન્સ નહીં થતું હોય આ બાબતની ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.