વર્ચ્યુઅલ મીટ:ભજનિક પ્રાણલાલ વ્યાસને 81 મી જન્મજયંતિએ શબ્દાંજલિ

માણાવદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને લીધે વર્ચ્યુઅલ મીટ થકી યાદ કરાયા

પુસ્તક પરબ, માણાવદર દ્વારા મૂર્ધન્ય લોકગાયક પ્રાણલાલ વ્યાસની 81 મી જન્મજયંતિ નિમિત્તે વર્ચ્યુઅલ મીટ દ્વારા શબ્દાંજલિ અર્પણ કરાઈ હતી.

તા. 19 મેના રોજ ગુજરાતી લોક સાહિત્યમાં જેમનું વિપુલ પ્રદાન છે તેવા સૂરમણિ પ્રાણલાલ વ્યાસની 81 મી જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પરબ, માણાવદર સંસ્થા દ્વારા કોરોના કાળ યોજાયેલો આ કાર્યક્રમ કોરોનાને લીધે વર્ચ્યુઅલ મીટ થકી યોજાયો હતો. જેમાં આ મહાન લોકગાયકને શબ્દોની અંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં માણાવદરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. મહેશ મૈત્રા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર ભરત મેસિયા, પ્રાણલાલભાઈના ત્રણેય પુત્રો નિરૂપમ, જીજ્ઞેશ અને મેહૂલ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રાણલાલભાઈના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ તકે તેમની લોકસેવાને યાદ કરી હાસ્ય કલાકારો સાંઈરામ દવે અને ડો. જગદીશ ત્રિવેદીએ પણ ઓડિયો મેસેજ દ્વારા તેમના પ્રદાનને બિરદાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...