તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી પહેલ:લગ્ન પ્રસંગે વૃક્ષારોપણ કરી લીંબુડા ગામના યુવાનો નવો રાહ ચીંધે છે

માણાવદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોઇપણ શુભ-પ્રસંગે એક વૃક્ષ વાવી ઉછેર કરવાનો સંકલ્પ લેવાશે

આજના આધુનીક યુગમાં પર્યાવરણનું મહત્વ દિવસેને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે. ત્યારે આજના સમયમાં વૃક્ષોનું પ્રમાણ દિવસેને દિવસે ઘટવા માંડ્યું છે. જ્યારે જોવા જઈએ તો મેગા સિટિઓનો પર્યવરણમાં પ્રદુષણ ફેલાવામાં મોટો હાથ રહ્યો છે. જેના લિધે ઋુતુંઓના સમયગાળામાં પણ ફેરફાર જોવા મળે છે. જેમાં ખાસ કરીને આજકાલના સમયમાં તમે ત્રણેય ઋુતુંનો એક દિવસ દરમ્યાન અનુભવ કરી શકો છો તેવી પરિસ્થિતી સામે લડવા માણાવદર તાલુકાનાં લીંબુડા ગામના નવનિર્માણ યુવાગ્રુપ દ્વારા ગામમાં કોઈપણ પ્રકારનો શુભ પ્રસંગ હોય ત્યારે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ સાથે નવી પહેલ કરવામાં આવી છે.

પર્યાવરણથી વધુ મહત્વનું બીજું શું હોઈ શકે? આ વાસ્તવિકતા સમજી વધુમાં વધુ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે નવનિર્માણ યુવાગ્રુપ લીંબુડા દ્વારા ગામમાં કોઈપણ શુભ પ્રસંગે વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ કરવામાં આવશે. જેમાં તાજેતરમાં જ અમિતભાઈ લાલજી ભાઈ ગરાળા -લીંબુડા તરફથી ચિરાગભાઈ ગરાળા અને બંસીબેન ઉકાણીના શુભ-લગ્ન પ્રસંગે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

નવ નિર્માણ યુવા ગ્રૂપ -લીંબુડાને સહયોગ આપી ગામ સેવા અને દેશ સેવા માટે યોગદાન આપ્યું છે. વૃક્ષને દેવ સમાન ગણી આ યુવાનો વધુમાં વધુ વૃક્ષો ઉછેરે એ બાબતે સમસ્ત ગ્રામજનોએ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો