નિરીક્ષણ:માણાવદર શહેરમાં ભૂગર્ભ ગટરની સમસ્યાનો નિકાલ કરવામાં આવશે

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માણાવદર નગરપાલિકામાં તાજેતરમાં ચીફ ઓફિસર તરીકે એમ. એમ.જોષીની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત ચીફ ઓફિસર એમ.એમ.જોષી ચાર્જ સંભાળીને લોકોના વિવિધ પ્રશ્નોને નિકાલ કરવા માટે આજે સ્થળ ઉપર પહોંચી ગયા હતા.માણાવદર શહેરમાં ઘણા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર હોવાથી અનેક લોકોના પ્રશ્નો રહેતા હતા.

ત્યારે માણાવદર ખાતે કાયમી ચીફ ઓફિસર તરીકે એમ.એમ.જોષીની નિમણૂક થતા લોકોના પ્રશ્નને પ્રાધાન્ય આપીને સત્વરે નિકાલ કરવા માટે પોતે કચેરીના વડા હોવા છતાં એક નાના કર્મચારીને માર્ગદર્શન પૂરું પાડવા માટે અને લોકોની સમસ્યા નું તાત્કાલિક નિવારણ થાય તે માટે આજે નગરપાલિકાના એન્જિનિયર અલ્પેશ નાઘેરા, સેનિટેશન ઇન્ચાર્જ મનીષભાઈ ખખ્ખર સહિતનો સ્ટાફ પહોંચીને યોગ્ય કામગીરી કરાવી હતી.

આ તકે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મેં શહેરના લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોય છે પરંતુ આ ફરિયાદનો નિકાલ યોગ્ય ન હોય થતો હોય અને દરરોજ માટે ફરિયાદોની સંખ્યા વધતી જતી હોય તે માટે પોતે સ્ટાફ સહિત પર નિરીક્ષણ કરીને સાચી હકીકત જાણવા મુલાકાત લીધી હતી.

​​​​​​​6 ફેબ્રુઆરીએ દરેકની વોર્ડની મુલાકાત લેવાશે
માણાવદર ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે લોકોના સફાઈ, પાણી સહિતનાપ્રશ્નો નિરાકરણ આવે તે માટે નગરપાલિકાના તમામ કર્મચારીઓ સાથે મળીને શહેરના દરેક વોર્ડની મુલાકાત લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...