કાર્યક્રમ:માણાવદરમાં રિવરફ્રન્ટ, 75 બેડની હોસ્પિટલના કામોને લઈ ધારાસભ્યનું કરાયું સન્માન

માણાવદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 42 થી વધુ વેપારી એસો. દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું

માણાવદરમાં ગાંધી ચોક ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી અને માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનો જાહેર સન્માન સમારંભ યોજાયો હતો.

મજવાહરભાઈ ચાવડા ભાજપમાં પ્રવેશ બાદ કેબિનેટ મંત્રી બનીને ટૂંકા ગાળામાં માણાવદર વિસ્તારમાં ફરવા લાયક એવું 20 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ, અત્યાધુનિક 75 બેડની સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ અને જીવાદોરી સમાન દગડ ડેમને ઉંડો ઉતારવાનું કામ, પાણી સંગ્રહનાં ઉત્તમ કામ કર્યા છે અને તેમની કામગીરીને બિરદાવવા માણાવદરના 42 થી વધુ વેપારી એસો. અને વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા તેઓનું જાહેર સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ પુષ્પાબેન ગોર, ઉપપ્રમુખ પૂજાબેન દિલીપભાઈ રાડા, તાલુકા પંચાયત પ્રમુખ નિરવભાઈ પાનસરા, શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ પનારા, અગ્રણી ઉદ્યોગપતિ નારણભાઈ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા પ્રેમજીભાઈ મણવર, અશોકભાઈ જીવનાણી, જયેશભાઈ વાછાણી, વિક્રમસિંહ ચાવડા, જગુભાઈ પટેલ, ઉરેશભાઈ રાવલ સહિતના વેપારીઓએ ભારે જહેમત ઊઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...