તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:માણાવદર-લીંબુડા-સરાડિયાનો માર્ગ 5.50 મીટર જેટલો પહોળો બની જશે

માણાવદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેબિનેટ મંત્રીને રજૂઆત કરતાં 6.19 કરોડ મંજૂર
 • 16 કિમી લાંબો આ માર્ગ વર્ષોથી બિસ્માર

માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતો અને સરાડિયાથી માણાવદર તરફ આવવા માટેનો અત્યંત મહત્વનો અને ટૂંકો માર્ગ ઘણા વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પણ સાંકડો હોવાને કારણે અકસ્માતના બનાવો બનતા હતા. ત્યારે માણાવદર તાલુકા ભાજપના આગેવાનોએ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાને રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક આ રોડ મંજુર કરાવ્યો હતો. હવે 16 કિમી લાંબા આ રસ્તાને 6.19 કરોડના ખર્ચે 5.50 મીટર પહોળો પણ બનાવાશે. આ તકે માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરસુખભાઈ ગરાળાએ જણાવ્યું હતું કે, લોકોના કામના ખાતમુહૂર્ત કરીને જશ ખાટવાનો હક છે. કારણકે લોકોના કામ કરવા એ જ અમારો ઉદ્દેશ છે. આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય શારદાબેન ગોવિંદભાઈ સવસાણી, નારણભાઈ સોલંકી, કિરણભાઈ ચૌહાણ, જગદીશભાઈ મારુ, જીવાભાઈ મારડિયા, દિનેશભાઈ સુરેજા, કંચનબેન ડઢાણિયા, પરસોતમભાઈ રબારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રામસીભાઇ ખોડભાયાએ કર્યું હતું. આ રોડ તાલુકાના લોકો માણાવદરથી બાંટવા થઇ સરાડિયા જવાને બદલે સીધા લીંબુડા થઇ સરાડિયા જઇ શકે એ માટે આ મહત્વનો માર્ગ છે. આ રસ્તે સરાડિયા જતાં વાહન ચાલકોને 3 થી 4 કિમીનો ફાયદો થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો