ડિમોલીશન બાદ બિલ્ડીંગ ન બન્યું:માણાવદરના ભીતાણા ગામે મધ્યાહન ભોજનરૂમ; પતરાના શેડ નીચે, ભણી રહ્યું છે ગુજરાતનું ભાવિ !

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્જરિત શાળાને ધરાશાયી કરાઈ હતી, 3 વર્ષ વિતી ગયા પણ કામ શરૂ જ ન થયું

માણાવદરના ભીતાણા ગામે પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ જર્જરીત થઈ ગયું હોય ત્રણ વર્ષ પહેલા તોડી પડાયુ હતુ. હજુ સુધી નવા બિલ્ડીંગનુનં બાંધકામ થયુ ન હોય છાત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા ગ્રાંન્ટ ફાળવી તુરંત કામ શરૂ કરવામાં આવે એવી માંગ વાલીઓમાંથી ઉઠવા પામી છે.

શાળાના જર્જરિત બિલ્ડીંગનું ડીમોલેશન કરાયું
માણાવદરના ભીતાણા પ્રાથમિક શાળામાં 65 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ શાળાના જર્જરિત બિલ્ડીંગનું ડીમોલેશન કરાયું હતું. જેને આશરે 3 વર્ષનો સમય વિતી ગયો છે. પરંતુ આજદિન સુધી નવા બિલ્ડીંગનું કામ શરૂ થયું નથી. જેથી છાત્રોને મધ્યાહન ભોજન રૂમમાં ઉપરાંત પતરાના શેડ નીચે ભણાવવાની નોબત આવી છે. અને આમ તો ત્રણેય ઋતુમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા તુરંત આ અંગે નિર્ણય લઈ કામ શરૂ કરવામાં આવે એ જરૂરી છે. કારણ કે આગામી સમયમાં જો આજ સ્થિતી રહી તો વાલીઓ નાછૂટકે બાળકોને ખાનગી શાળામાં બેસાડવા મજબૂર બની શકે છે.

અમારે ભણવું છે પણ વ્યવસ્થા ક્યાં ? વિદ્યાર્થી
વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમારે ભણવું છે અને આગળ જતા ઉચ્ચ અભ્યાસ પણ કરવો છે. પરંતુ અહીં કોઈ બિલ્ડીંગની વ્યવસ્થા જ નથી ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક બિલ્ડીંગ નવી મંજૂર કરે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...