તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘેરાતું રહસ્ય:ભાલેચડા ગામના બાલા હનુમાનના મહંતનો કોહવાયેલો મૃહદેહ મળ્યો

માણાવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક મહંત સદારામ બાપુ. - Divya Bhaskar
મૃતક મહંત સદારામ બાપુ.

માણાવદર તાલુકાના ભાલેચડા ગામે બાલા હનુમાન મંદિરના મહંતની લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હતી. આથી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને મહંતના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આપ્યો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ, માણાવદર તાલુકાના ભાલેચડા ગામે બાલા હનુમાન મંદિર આવેલું છે. તેમાં છેલ્લા 4 વર્ષથી સદારામબાપુ સેવા-પૂજા કરે છે. તેઓ છેલ્લા 4-5 દિવસથી મંદિરમાં દેખાયા નહોતા. દરમ્યાન આજે સવારે મંદિરની સામે આવેલા તળાવ નજીકથી એક બકરી ચરાવતાં નિકળેલ વ્યક્તિ પસાર થતાં તેણે સદારામબાપુની લાશ કોહવાયેલી હાલતમાં જોઇ હતી. આથી તેણે ગામલોકોને અને બાદમાં પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને પંચનામું કરી મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી પીએમ માટે જામનગર મોકલી આપ્યો હતો.

બનાવ અંગે માણાવદરના પીએસઆઇ એસ એન સગારકાએ જણાવ્યું હતું કે, છેલ્લા 4-5 દિવસ પહેલાં મહંતનું મોત થયાનું અનુમાન છે. તેમના શરીર પર કોઈ પ્રકારની ઇજા પણ નથી. મૃતદેહ 4-5 દિવસ પડ્યો રહ્યો હોવાથી કોહવાઇ ગયેલી હાલતમાં છે. સદારામબાપુના મોતને પગલે તેમના સેવકો અને ગામલોકોમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ, આ મંદિરે ગત તા. 30 માર્ચના રોજ ગીતા રબારી, દેવરાજ ગઢવી, અર્જુન આહીર સહિતના કલાકારોનો ડાયરો યોજાયો હતો. અને તેનો વીડિયો વાયરલ થતાં પોલીસે સદારામબાપુ સહિત 4 વ્યક્તિ સામે જાહેરનામાના ભંગનો ગુનો પણ નોંધ્યો હતો.

સદારામબાપુના મૃતદેહ પર કોઇ પ્રકારની ઇજા નથી. આથી પોલીસના કહેવા મુજબ, તેમની હત્યાની વાતનો છેદ ઉડી જાય છે. પણ તેમનો મૃતદેહ મંદિરથી દૂર કેવી રીતે મળ્યો. તેમનું મોત કેવી રીતે થયું. એ સવાલ સહુને મુંઝવી રહ્યો છે. પોલીસના કહેવા મુજબ, તેમને કોઇ સાથે ક્યાંય વાંધો કે તકરાર નહોતા. તેમનો સ્વભાવ પણ ખુબજ મિલનસાર હતો. મૃતદેહમાં જીવાત પડી ગયા અને કોહવાયેલો હોવા છત્તાં ખુદ ગામલોકોએ કહ્યું, પીએમ બાદ તેને ભાલેચડા લાવવામાં આવે. જેથી તેમને સમાધિ આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...