સમસ્યા:નરેડી - પીપલાણાને જોડતો 9 કિમીનો માર્ગ અતિ બિસ્માર

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વામિનારાયણ મંદિરે 68માં પાટોત્સવ પ્રસંગે સીએમ, પ્રદેશ અધ્યક્ષ હાજર રહેશે, રોડ રીપેર થશે ?
  • વાહન ચલાવવું મુશ્કેલ બન્યું, વહેલીતકે નવીનીકરણ કરવા માંગ

નરેડી થી પીપલાણાને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં હોઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે અને નવીનીકરણની માંગ ઉઠવા પામી છે. સ્વામિનારાયણ ભગવાનની દીક્ષાભૂમિ પીપલાણા માં અતિભવ્ય મંદિર આવેલું છે પરંતુ આ મંદિર સુધી પહોંચવા વાહન ચાલકોમાં ધોળે દિવસે તારા દેખાય જાય છે ત્યારે આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ કાર તો શું પણ બાઈક લઈને નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. વંથલી તાલુકાના નરેડી થી માણાવદર તાલુકાના પીપલાણા ગામ સુધી 9 કિ.મી.નો સમયથી બિસ્માર હાલતમાં છે. ત્યારે આ રસ્તો તાત્કાલિક નવો બને તેવી લોક માંગણી ઉઠી છે.

ઉપરાંત આગામી 27 મે ના રોજ પીપલાણા સ્વામિનારાયણ મંદિરમાં 68 પાટોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, માર્ગ-મકાન વિભાગના કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી સહિતના મંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે શું આ રસ્તો એમના માટે રીપેર થશે? તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...