તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્યુસાઈડ:સોની વેપારીએ પોતાની જ દુકાનમાં આપઘાત કર્યો

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મળેલી સ્યુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી

માણાવદરમાં એક સોની વેપારીએ અગમ્ય કારણોસર આપધાત કરી લેતા સોની બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. વેપારીએ પોતાની દુકાનમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત મળતી વિગતો મુજબ માણાવદર બસ સ્ટેન્ડ રોડ શાકમાર્કેટ પાસે આવેલા મોહિત જવેલર્સના માલિક સોની જીતેન્દ્રભાઈ રૂગનાથભાઈ લોઢીયા ઉ.50એ પોતાની દુકાનમાં ગળાફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હતી. વેપારીએ બપોરના પાંચેક વાગ્યાના અરસામાં દોરી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા સોની બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. ક્યા કારણોસર ગળાફાંસો ખાધો તે કારણ હજુ અકબંધ છે. પરંતુ મૃતકના ખિસ્સામાંથી સ્યુંસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પોતાના દીકરાને સંબોધીને લખ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લઈને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...