માણાવદર તાલુકાના સણોસરા- સરદારગઢ રોડ રૂ. 1.20 કરોડના ખર્ચે ડામરથી મઢવામાં આવશે. જેનુ ખાતમુહૂર્ત માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના હસ્તે કરાયું હતું. આ અંગેની મળતી વિગત મુજબ માણાવદર તાલુકાના સરદારગઢ થી કેશોદ સુધી જોડતા અને અત્યંત મહત્વનો આ માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેથી માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ સરકારમાં રજૂઆત કરી હતી.
આ 5 કી.મી.ના રોડનાં કામ માટે રૂ.1.20 કરોડ રૂપિયા મંજૂર થયા હતા. ત્યારે આ રસ્તાનું ખાતમુર્હુત જવાહરભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે માણાવદર તાલુકા પંચાયત પ્રમુખ નિરવભાઈ પાનસરા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ કંચનબેન ડઢાણીયા, જીવાભાઈ મારડિયા હાર્દિકભાઈ સવસાણી, જગદીશભાઈ મારુ અને સણોસરા ગામના સરપંચ માધવજીભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. } તસવીર - નિલેશ પાણખાણીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.