રજૂઆત:માણાવદરની ઐતિહાસિક ઈમારતો જર્જરિત, સમારકામ કરો

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માણાવદરની ઐતિહાસિક ઈમાર - Divya Bhaskar
માણાવદરની ઐતિહાસિક ઈમાર
  • પુરાતત્વ વિભાગ આ બાબતે યોગ્ય પગલાં ભરે અને હેરિટેજમાં સ્થાન આપે તેવી માંગ

જૂનાગઢ જિલ્લો નવાબી નગરી તરીકે ઓળખાય છે. ત્યારે જૂનાગઢ સહિત માણાવદર, બાંટવા અને સરદારગઢએ આઝાદી પહેલાના સ્ટેટ તરીકે ઓળખાતા હતા. પરંતુ હાલ આ રાજાશાહી વખતની ઇમારતો ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે.

ઐતિહાસિક ધરોહરથી ધરબાયેલ આ જિલ્લાની અનેક ઇમારતો હાલ ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર એક બાજુ આવી ઇમારતોની જાળવણી કરવા માટે મોટી મોટી જાહેરાતો કરી રહી છે. પરંતુ વાસ્તવિક ચિત્ર તો આ ઇમારતો જે હાલતમાં છે તેજ કહી શકે છે. ત્યારે માણાવદર વિસ્તારની જોરાવર પેલેસ, દરબારગઢ, જૂની હવેલી, નવાબી સ્વિમિંગ પૂલ, જેવી અનેક ઇમારતો પર હાલ ધૂળના થર જામી ગયા છે. અને બિલ્ડિંગો નષ્ટ થવાના આરે ઉભી છે. રાજ્ય સરકારનું પુરાતત્વ વિભાગ આ બાબતે યોગ્ય પગલાં ભરે અને હેરિટેજમાં સ્થાન આપે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...